જૂનાગઢ જિલ્લાની દિકરીઓને ગરીબ કલ્યાણ મેળા હેઠળ સાયકલનું વિતરણ

જૂનાગઢ : જૂનાગઢ ખાતે આજે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં જુદી-જુદી શાળાની ૩૦ દિકરીઓને સરસ્વતી સાધન સહાય યોજના તળે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું.નાયબ નિયામક વિકસતી જાતિ કચેરી જૂનાગઢ દ્વારા જિલ્લાની કુલ ૫૨૦૦ દિકરીઓને સાયકલનું વિતરણ કરવામાં આવશે.

જૂનાગઢ ખાતે આજે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં જુદી-જુદી શાળાની ૩૦ દિકરીઓને સરસ્વતી સાધન સહાય યોજના હેઠળ સાયકલ આપવામાં આવી હતી.તથા કુલ ૫૨૦૦ દિકરીઓને સાયકલ આપવામાં આવશે.જૂનાગઢ જિલ્લામાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ટી.એલ.વાળા કન્યા છાત્રાલયમાં ધો.૯માં અભ્યાસ કરતી રંજન બરાઇને સાયકલ આપવામાં આવી હતી.જિલ્લા પ્રભારી મંત્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે સાયકલ મેળવી રંજને કહ્યું કે,સાયકલથી શાળાએ જવા હવે સરળતા રહેશે.ઉલ્લેખનીય છે કે,રાજય સરકાર દ્વારા રૂ.૪૨૦૦ ઉપરાંતના ખર્ચે કન્યાઓને સાયકલ આપવામાં આવે છે.સાંડસુરા કરૂણાને પણ આજે ગરીબ કલ્યાણ મેળામાં સાયકલ આપવામાં આવી હતી.કરૂણાએ કહ્યું કે,સાયકલ મળતા ચાલીને સ્કુલે નહિં જવું પડે અને સમય પણ બચશે.