ભવનાથ તળેટીમાં ગોંડલના હરીચરણદાસ બાપુની જન્મ શતાબ્દી નિમેતે ભંડારો

જૂનાગઢ : જુનાગઢ ભવનાથ તળેટી ખાતે ગોંડલના હરીચરણદાસ મહારાજના શિષ્યો દ્વારા જન્મ શતાબ્દી મહોત્સવની 5 દિવસ ઉજવણી માટે સમાષ્ટમી ભંડારાનુ આયોજન કરવામાં આવ્યું છે.

ગોંડલના હરીચરણ દાસ મહારાજના 100 વર્ષ પુરા કર્યા હોવાથી શતાબ્દી મહોત્સવ અંતર્ગત મહાશિવરાત્રીના પાવન પર્વ ભવનાથ તળેટીમાં બસ સ્ટેન્ડ નજીક 5 દિવસ માટે અલગ અલગ સમાષ્ટમી ભંડારા થકી “રોપી પે રોટી રખો ઈટપે ઈટ નહી” ના સુત્રને સાર્થક કરવા શિષ્ય પરીવાર ખડેપગે રહી કાર્ય કરે છે.અહીં રાજકોટ ટિમના હસુભાઈ ભગદેવ,મેહુલભાઈ નથવાણી,સમીર રાજાણી,મયુરભાઈ અન્નડકટ,જગદીશ કોટેચા,ઉમેશ સેદાણી,વિમલ વડેરા,અશ્વિન કોટેચા,રાજુ વિઠલાણી,વિશાલ ઉર્ફે કાનો ત્રિવેદી સહિતના કાર્યક્રરો હાજર રહી સેવા આપે છે.