પરિણીતાને લગ્નની લાલચ આપી હવસ સંતોષી લીધા બાદ પ્રેમીએ દગો દીધો

જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રેમીએ શરીર સંબંધ બાંધીને ફોટા-વીડિયો વાયરલ કરી દીધાની પરિણીતાએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પરિણીતાને લગ્ન કરવાની લાલચ આપીને પ્રેમીએ હવસ સંતોષી લીધા બાદ દગો દીધો હતો. જેમાં પ્રેમીએ શરીર સંબંધ બાંધીને બીભત્સ ફોટા-વીડિયો વાયરલ કરી દીધાની પરિણીતાએ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી પરિણીતાએ આરોપી ચંદ્રકાંત ઉર્ફે સંજયભાઇ રવજીભાઇ ખાણીયા નામના શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં ગત દસેક મહીના પહેલા આરોપીએ ભોગબનનાર ફરીયાદીને લગ્ન કરવાનું અને પત્ની તરીકે સાથે રાખવાનું વચન આપી ફરીયાદીને દશેક મહીના પહેલા રાજકોટ ખાતે લઇ ગયેલ જ્યાં ફરીયાદીની ઇચ્છા વિરૂધ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધી બાદમાં ફરીયાદી સાથે લગ્ન નહીં કરી ફરીયાદી તથા તેના પતિ તથા બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીના બિભત્સ ફોટા તથા વિડીયો વોટસએપ દ્વારા વાઇરલ કરી નાખ્યા હતા. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.