સતત બીજા દિવસે યુક્રેન ઉપર રશિયાના હુમલા યથાવત

યુક્રેનની રાજધાની કિવમાં હુમલો થયાના અહેવાલો

જૂનાગઢ : રશિયાએ ગઈકાલથી યુક્રેન ઉપર લશ્કરી હુમલા શરૂ કર્યા બાદ આજે પણ હુમલા યથાવત રહ્યા હતા અને યુક્રેનની રાજધાની કિવમાં કેટલાક બૉમ્બ બ્લાસ્ટ થયાં હોવાનાં અહેવાલો સામે આવ્યા છે.

સમાચાર સંસ્થા બીબીસીએ સીએનએનના અહેવાલોને ટાંકતા જણાવ્યું હતું કે, શુક્રવારે વહેલી સવારે બે મોટા વિસ્ફોટના અવાજ સાંભળવા મળ્યા છે. ત્રીજો બ્લાસ્ટ રાજધાનીથી થોડે દૂર જ થયો છે. યુક્રેનના પૂર્વ ગૃહ ઉપમંત્રી ઍન્ટોન હરાશચેન્કોએ યુક્રેનની ન્યૂઝ એજન્સી સાથે બ્લાસ્ટ સાંભળ્યા હોવાની વાતને સમર્થન આપી ક્રૂઝ અથવા તો બૅલેસ્ટિક મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હોવાનું ઉમેર્યું હતું.