મહાશિવરાત્રી મેળા દરમ્યાન વન્‍યપ્રાણી – પર્યાવરણના હિતોની જાળવણી અંગે જાહેર વિજ્ઞપ્તી

જૂનાગઢ : જૂનાગઢમાં આવેલ ગિરનાર વન્‍યપ્રાણી અભયારણ્‍યના વિસ્તારમાં રહેતા વન્‍યપ્રાણી અને પર્યાવરણના હિતોની જાળવણી કરવા સૂચનાઓ આપવામાં આવી છે.જેના ભંગ કે ઉલ્લંધન કરનાર સામે ભારતીય વન અધિનિયમ અંર્તગત કાર્યવાહી કરવામાં આવશે.

ભવનાથ મુકામે આવેલ ૫૭.૦૦ એકર વાળી રેવન્‍યુ જમીન વિસ્‍તારમાં ચાલુ વર્ષે તા.૨૫/૦૨/૨૦૨૨ થી તા.૧/૦૩/૨૦૨૨ સુધી મહાશિવરાત્રી મેળો ભરાવાનો હોવાથી આ મેળામાં હજારોની સંખ્‍યામાં યાત્રાળુઓ આવવા સંભવ છે.આ ૫૭.૦૦ એકર વાળી રેવન્‍યુની જમીન ફરતે ’’ગિરનાર વન્‍યપ્રાણી અભયારણ્‍ય’’નો વિસ્‍તાર આવેલ છે. જેમાં વન્‍યપ્રાણી અને પર્યાવરણના હિતોની જાળવણી તથા નિયમન કરવાની જરૂરીયાત જણાય છે,આ નિયમોનું પાલન કરવા જાહેર જનતા,તથા લાગતા વળગતા સરકારી અધિકારીઓ તથા અન્‍ય આયોજકોને જાણ કરવામાં આવે છે.

સરકારના ખેતી અને વન સરકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગરના પત્રાંકઃ- એફએલડી/૧૦૭૧-૬૩૧૨૦/પી/ તા.૭/૬/૧૯૭૨ થી ૫૭.૦૦ એકર જમીન નક્કી કરેલ હેતુ માટે દર વર્ષે ભરાતા મહાશિવરાત્રી મેળાની વહીવટી સુગમતા જળવાયએ ઉદેશથી જીલ્‍લા પંચાયત હસ્‍તક મુકવામાં આવેલ હતી.જે વિસ્‍તાર હાલ જૂનાગઢ મહાનગરપાલિકા હસ્‍તક છે.મહાશિવરાત્રી મેળાને સંલગ્‍ન સુવિધાઓ જેવી કે ઉતારા,દુકાનો વગેરે મેળા વિસ્‍તારમાં ઉભી કરવાની હોય છે.આ ૫૭.૦૦ એકર જમીનના ફરતે ’’ગિરનાર વન્‍યપ્રાણી અભયારણ્‍ય’’ નો વિસ્‍તાર આવેલ છે. આ જંગલ વિસ્‍તારને કે તેમાં રહેતા વન્‍ય જીવોને નુકશાન કરવું નહીં.’’ગિરનાર વન્‍યપ્રાણી અભયારણ્‍ય’’ વિસ્‍તારમાં કોઇપણ ઇસમ પરવાનગી વગર પ્રવેશ કરી શકશે નહીં અને ફાયર આર્મ્‍સ,બંદુક વગેરે તથા કુહાડા,તલવાર, ધારીયા જેવા ધાતક હથિયાર લઇ જઇ શકશે નહીં.’’ગિરનાર વન્‍યપ્રાણી અભયારણ્‍ય’’ વિસ્‍તારમાં વ્‍યવસાયીક ધંધાના કે જાહેરાતના હેતું માટે છાવણી, તંબુ, રેકડી કે સ્‍ટોલ રાખી શકશે નહીં.’’ગિરનાર વન્‍યપ્રાણી અભયારણ્‍ય’’ વિસ્‍તારમાં પરવાનગી વગર પ્રવેશ કરવો તે ગુન્‍હો બને છે. તેમ છતા કોઇ ઇસમ તેમા પ્રવેશ કરીને વન પેદાશો કે ઝાડ પાનને કાપીને લઇ જશે અથવા તેને નુકશાન કરશે તો તેઓની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.’’ગિરનાર વન્‍યપ્રાણી અભ્યારણ્‍ય’’ વિસ્‍તારમાં વન્‍યપ્રાણીઓને ખલેલ કરે તેવી કોઇ વધારે પ્રકાશવાળી યંત્ર સામગ્રી વધુ ઘોંઘાટ થાય તેવા ટેપ, રેડીયો, લાઉડ સ્‍પીકર, ટી.વી. વિગેરેનો ઉપયોગ કરી શકશે નહીં.’’ગિરનાર વન્‍યપ્રાણી અભયારણ્‍ય’’ વિસ્‍તારમાં પરવાનગી વિના જઇ લાકડા કે ઘાંસ સળગાવી શકાશે નહીં કે સ્‍ફોટક પદાર્થો ફટાકડા વિગેરે લઇ જઇ શકશે નહીં.’’ગિરનાર વન્‍યપ્રાણી અભયારણ્‍ય’’ માં વન્‍ય પ્રાણીઓનો ભય રહેલ હોય કેડીઓ કે અન્‍ય જંગલ ભાગમાં વગર પરવાનગીએ અવર જવર કરવા કે વાહન લઇ જવા પર સખ્‍ત પ્રતિબંધ છે. વન્‍ય પ્રાણીઓને છંછેડવા નહીં. વન્‍ય પ્રાણીઓ દ્વારા વન વિસ્‍તારમાં ઇજા કરશે તો તે અંગેની અત્રેની કોઇ જવાબદારી રહેશે નહીં.’’ગિરનાર વન્‍યપ્રાણી અભયારણ્‍ય’’ વિસ્‍તારમાં સિંહોનો વસવાટ હોય તથા મહા શિવરાત્રી મેળા વિસ્‍તારની આજુબાજુમાં સિંહોની અવર જવર રહેતી હોય કોઇપણ વ્‍યક્તિઓએ આ વિસ્‍તારમાં સિંહોને છંછેડવા નહીં તથા તેને નુકશાન થાય તેવી કોઇપણ પ્રકારની પ્રવૃતિ કરવી નહીં. તથા કોઇપણ વન્‍યપ્રાણીનો શિકાર કે નુકશાન કરવું નહીં. જો તેમ કરવામાં આવશે તો તેઓની સામે ભારતીય વન્‍યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

વન્યપ્રાણીની રંજાડના બનાવની જાણ વન વિભાગની રાવટી ઉપર અથવા આ વિભાગ હેઠળના ઇગલ વાયરલેસ કન્ટ્રોલ રૂમ, સરદારબાગના ફોન.નં. (૦૨૮૫) ૨૬૩૩૭૦૦,ભવનાથ કંન્ટ્રોલ રૂમ ઉપર શ્રીયુ.જે.ડાકી,વનપાલના મો.નં. ૯૫૭૪૨૪૧૬૧૯, રેન્જ ફોરેસ્ટ ઓફીસર ડુંગર દક્ષિણ રેન્જ, જૂનાગઢના મો.નં.૭૫૬૭૩ ૦૬૧૬૪ તથા લાયઝન અધિકારી (મહાશિવરાત્રી મેળો-૨૦૨૨) અને. મદદનીશ વન સંરક્ષક,જૂનાગઢ વન વિભાગના મો.નં. ૯૫૭૪૪ ૪૧૪૪૪ ઉપર સત્વરે સંપર્ક કરી શકાશે.

વનમાં દવ લાગે કે બીજી કોઇ અન્ય મુશ્કેલીઓનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો સરકારી ફરજ બજાવતા તમામ ખાતાના કર્મચારીઓ/અધિકારીઓ એ જરૂરી સાથ સહકાર આપવા માટે તેમજ જાહેર જનતાને આવશ્યકતા ઉભી થાય તો જંગલ સંરક્ષણ માટે આપવી તે તેઓનુ ભારતના સંવિધાન મુજબ રાષ્ટ્રીય કર્તવ્ય છે.જાહેર વિજ્ઞપ્તીના ભંગ કે ઉલ્લંધન કરનાર સામે ભારતીય વન અધિનિયમ-૧૯૨૭ તથા તેને અંતર્ગત કલમો તેમજ ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.