બાલોટમાં બહેનોને કાયદાકીય જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું

જૂનાગઢ : કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ સેમીનાર યોજાયો હતો.વંથલી તાલુકાના બાલોટ ખાતે બહેનોને કાયદાકીય જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું હતું.મહિલાઓને સરકારના કાયદા કઈ રીતે ઉપયોગી થઇ શકે એ અંગે પુરી માહિતી આપવામાં આવી હતી.

વંથલી તાલુકાના બાલોટ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત બહેનોને કાયદાકીય જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મારફત કામકાજના સ્થળે જાતીય સતામણી અટકાવ, પ્રતિબંધ, ફરિયાદ નિવારણ અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.વંથલી તાલુકાના બાલોટ ખાતે મહિલા કર્મચારીઓ માટે કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બહેનોને કાર્ય સ્થળ પર સરકારના કાયદા કઈ રીતે ઉપયોગી થઇ શકે અને આવી સમસ્યાઓમાં બહેને સરકારનો આ કાયદો કઈ રીતે ઉપયોગી બની શકે તેની સમજ આપવામાં આવી હતી.