આધેડને સાત શખ્સોએ લોખડનો પાઇપ અને લાકડી ફટકારી

જૂનાગઢની ઝાંઝરડા ચોકડી એલ.પી.જી. પંપની પાછળ મારુતિ પાર્ક સોસાયટીમાં થયેલી મારામારીની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢની ઝાંઝરડા ચોકડી એલ.પી.જી. પંપની પાછળ મારુતિ પાર્ક સોસાયટીમાં કોઈ બાબતે ડખ્ખો થયા બાદ આધેડને સાત શખ્સોએ લોખડનો પાઇપ અને લાકડી ફટકારી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે આધેડે સાત આરોપીઓ સામે હુમલાની ફરિયાદ નોંધાઈ છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર પરબતભાઈ નાગદાનભાઈ ડાંગર (ઉ.વ.૪૯ રહે.અક્ષર રેસીડન્સી વિલાસ પ્લેટીનમ એપાર્ટમેનટ બ્લોક નં. ૫૦૩ મધુરમ જુનાગઢ) એ આરોપીઓ દિલો રબારી, ભાવિન રબારી
તથા પાંચ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ઝાંઝરડા ચોકડી એલ.પી.જી. પંપની પાછળ મારુતિ પાર્ક સોસાયટી જુનાગઢ ખાતે આરોપીઓએ કોઈ બાબતે ફરિયાદી તથા સાહેદોને લાકડીઓ તથા લોંખંડના પાઈપો વડે જેમ ફાવે તેમ શરીરે માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.