ગીરના સિંહોને હવે આગવી ઓળખ મળશે, સિમ્બા સોંફ્ટવેર વિકસવાયું

ગીરના સિંહોની ઓળખ માટે સિમ્બા સોફ્ટવેરને સાસણગીર હાઈ ટેક મોનીટરિંગ યુનિટ ખાતે રખાયું

જૂનાગઢ : દેશની શાન અને હિર ગણાતા જૂનાગઢ ગીરના એશિયાટિક સિંહોને હવે આગવી ઓળખ આપવામાં માટે એક ખાસ પ્રકારના સોફ્ટવેરને વિકસાવવા આવ્યું છે. જેમાં આ સિમ્બા નામના સોફ્ટવેરને ગિરના સિંહોની દેખરેખ માટે સાસણગીર હાઈ ટેક મોનીટરિંગ યુનિટ ખાતે રખાયું છે. જેના થકી આ સિંહોને આગવી ઓળખ મળશે.

જૂનાગઢ ગીરના એશિયાટિક સાવજોને હવે આગવી ઓળખ મળે તે માટેની કવાયત રાજ્યના વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં ગીરના એશિયાટિક સાવજોના સર્વધન અને સંરક્ષણ માટે વન વિભાગે ટેકનોલોજીની મદદ લીધો છે અને વન વિભાગ દ્વારા સિમ્બા નામના સોફ્ટવેરનો આવિષ્કાર કરવામાં આવ્યો છે. જેમ કોઈપણ પ્રજાતિઓના પ્રાણીઓની ઓળખ સવિશેષ મહત્વ ધરાવે છે . આથી ગીરના સાવજોને આગવી ઓળખ આપવા માટે ગુજરાતના વન વિભાગે પહેલ કરી મેકઇન ઇન્ડિયાના ભાગરૂપે આ ખાસ પ્રકારના સોફ્ટવેરને હૈદરાબાદ ખાતે ટેલી ઓલેબ દ્વારા વિકસાવીને આ સોફ્ટવેરને હાલ સાસણગીર હાઈ ટેક મોનીટરિંગ યુનિટ ખાતે રાખવામાં આવ્યો છે. જે સિંહો ઉપર નજર રાખીને ઓળખ આપશે.