પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ભવનાથ મહાદેવના દર્શન કર્યા

 

યુક્રેનમાં ફસાયેલાં ગુજરાતના લોકો સલામત રીતે લાવવા માટે સરકાર કટિબદ્ધ : સી. આર. પાટીલ

જૂનાગઢ : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ભવનાથ મહાદેવના દર્શન કરી પ્રદેશ ભાજપ અધ્યક્ષે ધન્યતા અનુભવી હતી. આ તકે તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં યુક્રેનમાં ફસાયેલાં ગુજરાતના લોકોને સલામત રીતે પરત લાવવા માટે સરકાર કટિબદ્ધ છે તેવું આશ્વાસન આપ્યું હતું.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. ભવનાથ મહાદેવના દર્શન કરી પ્રદેશ ભાજપ અધ્યક્ષે ધન્યતા અનુભવી હતી.. આ તકે મોટી સંખ્યામાં સાધુ-સંતો, મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ અને સ્થાનિક ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે સી. આર. પાટીલે જણાવ્યું હતું કે યુક્રેનમાં ફસાયેલાં ગુજરાતના લોકો માટે સરકાર કટિબદ્ધ છે. ફસાયેલાં લોકોને ત્યાંથી પરત લાવવા માટે વિશેષ 3 વિમાનની પણ સુવિધા કરવામાં આવી છે. ભવનાથ મહાદેવના દર્શન કર્યા બાદ સી. આર. પાટીલે ભારતી આશ્રમની પણ મુલાકાત લીધી હતી..