ચોરવાડ ઓવરબ્રીજની નીચે દારૂની 10 બોટલ સાથે એક ઝડપાયો

જૂનાગઢ : ચોરવાડ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ચોરવાડ ઓવરબ્રીજની નીચે દારૂ સાથે નીકળેલા આરોપી અનીલભાઇ ભીખાભાઇ જોરા (ઉ.વ.૨૨ રહે.ચોરવાડ ખારાપાણીની ઓફીસની બાજુમા) ને ભારતીય બનાવટના ઇંગ્લીશ પીવાના દારૂ ક્રિમ્પીસ સ્પેશ્યલ વ્હીસ્કી ફોર સેલ ઇન દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ ઓન્લી લખેલી ૧૮૦ એમ.એલ.ની પ્લાસ્ટીકની બોટલો નંગ-૧૦ કી.રૂ.૧૦૦૦ નો પ્રોહી મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.