જૂનાગઢમાં 26મીએ ગરીબ કલ્યાણ મેળો યોજાશે

પ્રભારીમંત્રીના હસ્તે લાભાર્થીઓને સહાય,ચેક વિતરણ કરાશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા અને મનપા દ્વારા આગામી તા.૨૬ના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને પ્રભારીમંત્રીના હસ્તે સહાય,ચેક વિતરણ કરવામાં આવશે.

જૂનાગઢ જિલ્લા અને મહાનગરપાલિકા દ્વારા તા.૨૬ ફેબ્રુઆરીના ગરીબ કલ્યાણ મેળો યોજાશે.જેમાં જૂનાગઢ જિલ્લા પ્રભારીમંત્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે લાભાર્થીઓને ચેક,સહાય વિતરણ કરવામાં આવશે.છેવાડાના લાભાર્થીને ઘર આંગણે જ સહાય આપવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. જે અન્વયે જૂનાગઢ જિલ્લા અને મહાનગરપાલિકા દ્વારા આયોજિત ગરીબ કલ્યાણ મેળા-૨૦૨૨ તા.૨૬/૦૨/૨૦૨૨ના સવારે ૯ કલાકે કૃષિ યુનિવર્સિટી ઓડીટોરીયમ હોલ,જૂનાગઢ ખાતે યોજાશે.

જેમાં વાહન,વ્યવહાર નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી,જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારિયા,જૂનાગઢ મનપા મેયરગીતાબેન પરમાર,સાંસદ રાજેશભાઇ ચુડાસમા,પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુક,ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા ઉપસ્થિત રહેશે.