કેશોદની હોસ્પીટલ નીચે પાર્કિંગમાથી બે બાઇકની ઉઠાંતરી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના કેશોદની બે અલગ અલગ હોસ્પિટલની નીચે પાર્કિંગમાથી બે બાઇકની ઉઠાંતરી થયાની ઘટના સામે આવી છે. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મનીષભાઇ ભનાભાઇ મારડીયા (ઉ.વ.૨૮ રહે.કોયલાણા ઘેડ ગામ રામ મંદીરની બાજુમા તા.માણાવદર) નું રૂ. 30 હજારની કિંમતનું GJ-11-CF-6088 નંબરનું બાઈક ગત તા.21 ના રોજ કેશોદની કરમુર હોસ્પીટલમા નીચે પાર્કિંગમા રાખેલ હતું. જે બાઇકની કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે. બીજા બનાવમાં રાજ મનસુખભાઇ વિરમગામા (ઉ.વ.૨૩ મુળ રહે.મોવાણા ગામ તા.કેશોદ હાલ રહે. મોરબી-૨ ઉમા ટાઉનશીપ શ્યામ એપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૧ જી.મોરબી) નામના યુવાને ગત તા. 18 ના રોજ પોતાનું 25 હજારની કિંમતનું GJ-11-CA-9383 નંબરનું બાઈક અમૃતનગર મેઇન રોડ ઉપર કુમાર ફિઝીયોથેરાપી હોસ્પીટલના નીચે પાર્કિંગમા રાખેલ હતું. જે બાઇકની કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો. પોલીસે આ બન્ને બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.