મહાશીવરાત્રીના મેળા દરમિયાન અને જંગલ વિસ્‍તારમાં ફટાકડા કે સ્‍ફોટક પદાર્થના ઉપયોગ પર પ્રતિબંધ

જૂનાગઢ : ભવનાથ તળેટી ખાતે ચાલુ વર્ષે પરંપરાગત રીતે મહા-શીવરાત્રીનો મેળો યોજાનાર છે. આ મેળામાં બહોળી સંખ્‍યામાં જિલ્‍લામાંથી તથા બહારના વિસ્‍તારમાંથી યાત્રાળુઓની અવર-જવર રહેતી હોય, મેળામાં અને આજુબાજુના જંગલ વિસ્‍તારમાં પર્યાવરણ અને લોકોની સલામતી માટે ફટાકડા અને સ્‍ફોટક પદાર્થોથી આગ લાગવાનો સંભાવના રહે છે. આથી અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ જૂનાગઢ એલ.બી.બાંભણિયા ને મળેલ અધીકારની રૂઇએ એક જાહેરનામુ બહારપાડીને ભવનાથ ખાતે યોજાતાં મેળા ક્ષેત્ર અને આજુબાજુના જંગલ વિસ્‍તારમાં પર્યાવરણ અને લોકોની સલામતી માટે ફટાકડા ફોડવા અને સ્‍ફોટક પદાર્થોનો ઉપયોગ કરવાની મનાઇ ફરમાવેલ છે.

આ જાહેરનામુ તા.૨૫/૦૨/૨૦૨૨ થી તા.૨/૦૩/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્‍યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.