મહાશીવરાત્રીના મેળામાં પાણી દુષિત થાય તેવા કૃત્‍યો કરવા પર પ્રતિબંધ

જૂનાગઢ : ભવનાથ તળેટી ખાતે ચાલુ વર્ષે પરંપરાગત રીતે મહા-શીવરાત્રીનો મેળો યોજાનાર છે. આ મેળામાં બહોળી સંખ્‍યામાં યાત્રાળુઓની અવર-જવર રહેતી હોય છે. આ સમય દરમ્‍યાન લોકોનાં જાહેર આરોગ્‍યને નુકશાન ન થયા,આરોગ્‍ય જળવાઇ રહે અને ચેપી રોગોનો ઉપદ્રવ થવા ન પામે તે માટે સાવચેતીના પગલા લેવાનુ જરૂરી હોય અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ જૂનાગઢ લ.બી.બાંભણિયા તેમને મળેલ અધીકારની રૂઇએ જાહેરનામુ બહારપાડીને તા.૨૫/૦૨/૨૦૨૨ થી તા.૨/૦૩/૨૦૨૨ સુધી ભવનાથ વિસ્‍તારમાં લોકોને પીવા માટેનું પાણી દુષિત થાય તેવા કૃત્‍યો કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી જૂનાગઢ તથા તેઓએ નિયુક્ત કરેલા કર્મચારીઓને ઉપરોક્ત કામગીરીની દેખરેખ રાખવા અને યોગ્‍ય પગલા લેવા માટે અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્‍યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.