ગીરના જંગલોમાં ગેરકાયદે સિંહદર્શન : મારણ ખાવા માટે વનરાજાને કર્યા મજબુર

મૃત પશુને રસ્તા પર બે વ્યક્તિએ રાખી વનરાજને મારણ માટે મજબૂર કરાયો વીડિયો વાઇરલ

જૂનાગઢ : ગીરના જંગલોમાં ગેરકાયદે સિંહદર્શનની ઘટના સામે આવી છે. જેમાં બે વ્યક્તિઓ રસ્તા ઉપર મૃત પશુને રાખી તે મારણ ખાવા માટે સિંહને મજબુર કર્યાનો વીડિયો વાયરલ થયો છે. જો કે આ વીડિયો કયાનો અને ક્યારનો છે તે અંગે સ્પષ્ટ વિગતો જાણવા મળી નથી.

ગીરના જંગલોમાં ગેરકાયદે સિંહદર્શનની કરતૂત સામે આવી છે. આ બનાવમાં મૃત પશુને રસ્તા પર બે વ્યક્તિએ રાખી વનરાજને મારણ માટે મજબૂર કરાયા હીવનો વીડિયો વાઈરેલ થયો છે.જેમાં સિંહ સાથે વાઈરેલ વીડિયોમાં સિગરેટ અને મસાલો ખાતા બે વ્યક્તિ દેખાઈ આવે છે. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે બે વ્યક્તિ મૃત પશુને રસ્તા પર ઢસડી સિંહને શિકાર કરવા બોલાવે છે. આ વિકૃત આનંદની પરાકાષ્ઠાનો વીડિયો ઉતારીને વાયરલ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે પ્રાથમિક તપાસમાં વાઈરેલ વીડિયો સાસણ ગીર વિસ્તારના જંગલોનો હોવાનું અનુમાન છે. તેથી સિંહોના સંવર્ધન અને સંરક્ષણની વાત કરતું વન તંત્ર આ સિહદર્શનનો વાયરલ વીડિયો પર તપાસ કરશે ? કે કેમ તેવો સવાલ ઉઠ્યો છે.