મેંદરડાના દાત્રાણા પાસે કાર અને છકડો રીક્ષા વચ્ચેના અકસ્માતની ફરિયાદ નોંધાઈ

કાર રોંગ સાઈડમાં ઘસી જઈને છકડો રીક્ષા સાથે અથડાતા કાર ચાલકનું મોત થયું

જૂનાગઢ : જૂનાગઢના મેંદરડાના દાત્રાણા પાસે ગતરાત્રે કાર અને છકડો રીક્ષા વચ્ચેના અકસ્માત થયો હતો. જેમાં કાર રોંગ સાઈડમાં ઘસી જઈને છકડો રીક્ષા સાથે અથડાતા કાર ચાલકનું મોત થયું હતું. આ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે.

તાલાળાની ગોકુલ નગર સોસાયટીમાં રહેતા માલદેભાઇ બાલુભાઇ ગાધે (ઉ.વ.૩૭) અને અભયભાઇ કાનાભાઇ સોલંકી બન્ને ગતરાત્રે જુનાગઢ ખાતેથી આવતા હોય અને દાત્રાણા રામપરા વચ્ચે રોડ ઉપર આવતા તેઓની ફોરવ્હીલ કાર રોંગ સાઇડમા ઘુસી જતા સામેથી આવતો છકડો રીક્ષા સાથે અથડાતા કાર ચાલવી રહેલા અભયભાઇ કાનાભાઇ સોલંકીને શરીરે ગંભીર ઇજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ધરી છે.