મેંદરડાના ગઢાળી ગીર ગામે જંગલી ભૂંડનો આંતક : ખેડૂતો ઉપર તૂટી પડ્યું, ચાર ઘાયલ

ખેતીકામ કરતા ખેડૂતો ઉપર જંગલી ભૂંડે અચાનક હુમલો કર્યા બાદ ખેડૂતોએ સામો પ્રતિકાર કરતા ભૂંડ ગાયબ, તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

જુનાગઢ : જૂનાગઢ જિલ્લાના મેંદરડાના ગઢાળી ગીર ગામે ગઈકાલે મોડી સાંજે ખેતર વિસ્તારમાં જંગલી ભૂંડ ખેડૂતો ઉપર તૂટી પડ્યું હતું અને ખેતીકામ કરતા ખેડૂતોને ચોંટીને બાચકા ભર્યા હતા. પરંતુ ખેડૂતોએ પણ જંગલી ભૂંડનો પ્રતિકાર કરતા ભૂંડ નાસી છુંટ્યુ હતું. બાદમાં ખેતીકામ કરતા ખેડૂતો ઉપર જંગલી ભૂંડે અચાનક હુમલો કર્યા બાદ ખેડૂતોએ સામો પ્રતિકાર કરતા ભૂંડ ગાયબ થઈ ગયું હતું. તમામ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લાના મેંદરડાના ગઢાળી ગીર ગામે સીમ વિસ્તારમાં ક્યાંકથી અચાનક ઘસી આવેલા જંગલી ભૂંડે ખેડૂતો ઉપર હુમલો કર્યો હતો. જેમાં ગઢાળી ગીર ગામની સીમમાં ખેતરમાં ખેતીકામ કર્યા ત્રણથી ચાર લોકો પર જંગલી ભૂંડે હુમલો કરી બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા હતા. જેમાં એક મહિલા સહિત ત્રણ વૃદ્ધો ઇજાગ્રસ્ત થયા હતા. ખેતરમાં ખેતીકામ કરતી મહિલા સહિતના ખેડૂતો ઉપર પણ ભૂંડએ ક્યાં બાદ ખેડૂતોએ તેનો પ્રતિકાર કરતા ભૂંડ નાસી ગયું હતું. બાદમાં તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોમાં પરબતભાઈ વઘાસિયા, વલ્લભભાઇ મેહતા, શારદાબેન ગોહેલનો સમાવેશ થાય છે. આ તમામ હાલ સારવાર હેઠળ છે.