બીલખા નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં ત્રણ ઘાયલ

જૂનાગઢ : બીલખા નજીક બે બાઈક વચ્ચેની ટક્કરમાં ત્રણ ઘાયલ થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મનિષભાઇ નાઝાભાઇ ચૌહાણ (ઉ.વ.૨૧, રહે.વાઘણીયા, તા.ભેસાણ, જી.જુનાગઢ)એ GJ-11-SS-8453 નબરનો બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે ફરીયાદી તેનું GJ-03-DS-4866 નંબરનું બાઈક લઇને નવા વાઘણીયા ગામથી મંડલીકપુર ગામ બાજુ જતા હતા તે દરમ્યાન સામેથી આરોપી બાઈક ચાલકે આવી ઓચિંતા વણાંક વાળી ફરીયાદીના બાઈક સાથે ભટકાવતા ફરીયાદી તથા તેમના બાઈકની પાછળ બેઠેલ ભાણેજ કિશન તથા દોલતસિંહને ઇજા પહોંચી હતી.