બાંટવાના સીતાણા રોડ ઉપર ટ્રેકટરે બાઇકને ઠોકરે ચડાવ્યું

જૂનાગઢ : બાંટવાના સીતાણા રોડ ઉપર ટ્રેકટરે બાઇકને ઠોકરે ચડાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે કરશનભાઇ પોલાભાઇ વાણવી (ઉ.વ ૪૫ રહે.કણજા ધાર તા.વંથલી) એ સીતાણા ગામના ટ્રેકટરવાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૦ના રોજ બાંટવા સીતાણા રોડ સીતાણા ગામ બાજુ ટ્રેકટર ચાલકએ પોતાનુ ટ્રેકટર પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના GJ-11-AR-1170 નંબરના બાઈકને પાછળથી ઠોકર મારી ફરીયાદી તથા સાહેદને પછાડી દઇ ઇજાઓ કરીને નાસી છૂટ્યો હતો.