ગિરનારના સિદ્ધહસ્ત તપસ્વી સંત કાશ્મીરી બાપુનો ભંડારો યોજાયો

મોટો સંખ્યામાં સાધુ-સંતોએ ભંડારાનો શ્રદ્ધાભેર લાભ લીધો

જૂનાગઢ : તપોભૂમિ ગિરનારના મહાન તપસ્વી સંત કાશ્મીરી બાપુની થોડા સમય પહેલા ચીર વિદાય બાદ સન્યાસી પરંપરા મુજબ આજે તેમનો ભંડારો યોજાયો હતો. જેમાં મોટો સંખ્યામાં સાધુ-સંતોએ ભંડારાનો શ્રદ્ધાભેર લાભ લીધો હતો અને સંત કાશ્મીરી બાપુને યાદ કરી કોટી કોટી નમન કર્યા હતા.

ગિરનારના મહાન તપસ્વી સંત કાશ્મીરી બાપુનો થોડા સમય પહેલા જ જીવનદીપ બુઝાયો હતો. આથી સમસ્ત ગિરનારના સાધુ-સંત સમાજમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.ત્યારે સંત કાશ્મીરી બાપુના અખડા દ્વારા આજે સન્યાસી પરંપરા મુજબ 16સો રાખવામાં આવી હતી અને 16 પ્રકારના આભૂષણો, 16 સંસ્કાર સહિતની વિધિઓ કરવામાં આવી હતી અને તેમના ભંડારામાં મોટી સંખ્યામાં સાધુ સંતો ઉમટી પડ્યા હતા અને ભોજન પ્રસાદનો શ્રદ્ધાભેર લાભ લીધો હતો. કાશ્મીરી બાપુ એક સિદ્ધહસ્ત તપસ્વી હતી. ગિરનારના જંગલમાં હિંસક પ્રાણીઓ વચ્ચે તેમણે કઠોર સાધના કરી હતી. આ સન્યાસીની સાધનાને યાદ કરીને ભાવિકો તેમજ સાધુ સંતોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.