જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના દોલતપરા રામદેપરાના નાકે જાહેરમા ગંજીપત્તાના પાના પૈસા વડે તીનપતી નામનો જુગાર રમી પૈસાની હારજીત કરતા આરોપીઓ હીતેષ રવજીભાઇ મકવાણા, મહેશભાઇ વેજાભાઇ મોઢવાડીયા,જમનભાઇ મોહનભાઇ મકવાણાને રોકડા રૂ.૧૯૮૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.