મૈત્રીકરારના બહાને મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું

માળીયા (હા.) ના ગ્રામ્ય વિસ્તારમાં બનેલા બનાવમાં એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માળીયા (હા.) ના ગ્રામ્ય વિસ્તારમાં એક શખ્સે મૈત્રીકરારના બહાને મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં આરોપીએ મૈત્રીકરારની લાલચ આપી એક મહિના સુધી તેણીની ઈચ્છા વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માળીયા (હા.) પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા હાટીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાએ આરોપી મોહનભાઇ પુનાભાઇ મકવાણા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૧૮ જાન્યુઆરીથી
૧૭ ફ્રેબ્રુઆરી દરમ્યાન આરોપીએ ફરીયાદીને મૈત્રીકરાર કરી સાથે રહેવાનુ કહી ભોળવી તેણીને માળીયા હાટીના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લઈ જઈ એક મહીના સુધી ફરીયાદીની મરજી વિરૂધ્ધ બળજબરીથી વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.