બાંટવામાં રસ્તે ચાલીને જતા મહિલાને હડફેટે ચડાવી બાઈક ચાલક ફરાર

જૂનાગઢ : બાંટવામાં રસ્તે ચાલીને જતા મહિલાને હડફેટે ચડાવી બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે પ્રવિણભાઇ નરેન્દ્રભાઇ ચોહાણ (ઉ.વ.૩૧ રહે.બાંટવા સોમનાથ સોસા. તા.માણાવદર) એ એક અજાણીયો મોટર સાઇકલ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના મમ્મી મઘુબેન નરેન્દ્રભાઇ ચૈાહાણ બાંટવાથી નાનડીયા રોડ ઉપર ચાલીને જતા હતા.ત્યારે નાનડીયા રોડ ઉપર તબેલા પાસે પહોચતા સામેથી એક મોટરસાઇકલનો ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી અને ગફલત ભરી રીતે ચલાવીને મઘુબેન નરેન્દ્રભાઇ ચોહાણની સાથે ભટકાવી ડાબા પગમા ગોઠણ નીચેના ભાગે તથા માથામાં કપાળે જમણી બાજુએ ચેકા જેવી ઈજા કરીને નાસી છૂટ્યો હતો.