માળીયા હાટીનાના ગડુ ગામે ૫૮ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

આરોપીને દારૂ આપનાર બુટલેગરની વાડીમાંથી પોલીસે ૬૭ બોટલ ઝડપી લીધી

જૂનાગઢ : માળીયા હાટીનાના ગડુ ગામે પોલીસે ગઈકાલે ૫૮ ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. બાદમાં આ આરોપીને દારૂ આપનાર બુટલેગરની વાડીમાંથી પોલીસે ૬૭ બોટલ ઝડપી લીધી હતી.

ચોરવાડ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે માળીયા હાટીનાના ગડુ ગામે વૃદાવન હોટલની બાજુમાં આરોપી કાસમભાઇ હાજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૬ રહે.ગડુ સાંઇબાબા સોસાયટી તા.માળીયા હાટીના)ને ઇંગ્લીશ દારૂની ક્રિમ્પીસ સ્પેશ્યલ વ્હીસ્કી ફોર સેલ ઇન યુ.ટી. ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ ઓન્લી લખેલી ૧૮૦ એમ.એલ.ની પ્લાસ્ટીકની બોટલો નંગ-૫૮ કી.રૂ.૫૮૦૦ સાથે ઝડપી લીધો હતો.

જ્યારે હાજર નહી મળી આવનાર આરોપી ભરતભાઇ જોરાએ દારૂની બટલો આપી હોવાનું ખુલતા તેને ઝડપી લેવા પોલીસે આ આરોપીની ચીરવાડના ખરેડા વીસ્તારમાં આવેલી વાડીમાં દરોડો પાડ્યો હતો અને પોલીસે ત્યાંથી ઇંગ્લીશ પીવાના દારૂ ક્રિમ્પીસ સ્પેશ્યલ વ્હીસ્કી ફોર સેલ ઇન યુ.ટી. ઓફ દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દમન એન્ડ દીવ ઓન્લી લખેલી ૧૮૦ એમ.એલ.ની પ્લાસ્ટીકની બોટલો નંગ-૬૭ કી.રૂ.૬૭૦૦નો મુદામાલ ઝડપી લીધો હતો. જો કે આ આરોપી ભરતભાઇ જોરા પોલીસના હાથમાં આવ્યો ન હતો.