55 મિનિટ 30 સેકન્ડમાં ગિરનાર સર કરી રેકર્ડ સર્જતો લાલાભાઈ પરમાર

આરોહણ અવરોહણ સ્પર્ધામાં સિનિયર ગર્લ્સ કેટેગરીમાં ઉત્તરપ્રદેશની તામસી સિંઘે પણ વિક્રમ સર્જ્યો

જૂનાગઢ : આજે જૂનાગઢ ખાતે યોજાયેલ રાષ્ટ્રિયકક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સિનિયર બોયઝ અને સિનિયર ગર્લ્સ કેટેગરીમાં ગુજરાતના નવયુવાન અને ઉત્તરપ્રદેશની યુવતીએ વિક્રમ સર્જ્યો હતો. સિનિયર બોયઝ કેટેગરીમાં અગાઉના 55.31 સેકન્ડનો રેકોર્ડ તોડી લાલા પરમારે 55.30 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી હતી. જ્યારે સિનિયર ગર્લ્સ કેટેગરીમાં ઉત્તરપ્રદેશની તામસી સિંઘે અગાઉનો 34 મિનિટનો રેકોર્ડ તોડી ફક્ત 32 મિનિટ 15 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી હતી.

આજરોજ જૂનાગઢ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં દેશના કુલ 11 રાજ્યોમાંથી 449 સ્પર્ધકોએ જુદી – જુદી ચાર કેટેગરીમાં ભાગ લીધો હતો. અલગ અલગ ચાર કેટેગરીમાં યોજાયેલી આ સ્પર્ધામાં સિનીયર ભાઇઓમાં 194 અને જુનિયર ભાઇઓમાં 95 મળી કુલ 289 તેમજ સિનીયર બહેનોમાં 85 અને જુનિયર બહેનોમાં 75 મળી કુલ 160 સ્પર્ધકોએ વહેલી સવારે ગિરનાર સર કરવા દોડ લગાવી હતી.

આજની આ સ્પર્ધામાં જુનિયર બોય કેટેગરીમાં ડાભી દિપકભાઈ અભેસિંગભાઈએ એક કલાક 19 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી વિજેતા બન્યા હતા.જ્યારે સિનિયર બોયઝ કેટેગરીમાં અગાઉના 55.31 સેકન્ડનો રેકોર્ડ તોડી લાલા પરમારે 55.30 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી હતી. જ્યારે સિનિયર ગર્લ્સ કેટેગરીમાં ઉત્તરપ્રદેશની તામસી સિંઘે અગાઉનો 34 મિનિટનો રેકોર્ડ તોડી ફક્ત 32 મિનિટ 15 સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી વિજેતા ઘોષિત કરાયા હતા.

રાષ્ટ્રીયસ્તરની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સ્પર્ધકોમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સ્પર્ધા પૂર્ણ થયે મહાનુભાવોના હસ્તે પુરસ્કાર વિતરણ કરાયું હતું.