જુના મનદુઃખનો ખાર રાખી યુવાનને ધમકી આપી

શીલના ભાથરોટ ગામે બનેલા બનાવમાં એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જુનાગઢ જિલ્લાના શીલના ભાથરોટ ગામે જુના મનદુઃખનો ખાર રાખી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામેં આવ્યો છે. આ બનાવ અંગે યુવાને એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

શીલ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જેન્તીભાઇ હીરાભાઇ વાઢીયા (ઉ.વ.૩૪ રહે.ભાથરોટ રામંદીર પાસે તા.માંગરોળ) એ આરોપી ભગાભાઇ રામભાઇ વાઢીયા (રહે.ભાથરોટ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે ફરીયાદી મોટર સાયકલ લઇને જતા હતા ત્યારે અરોપીએ તેનુ મોટર સાયકલ ફરીયાદીની સામે આવવા દઇ ફરીયાદીને ગાળો કાઢી જાનથી મારી નાંખવાની ધમકી આપી કુહાડી મારવા ઉગામતા ફરીયાદી ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.