કેશોદમાં રમતા રમતા પાણીના કુંડામા પડી જતા માસૂમ બાળકનું મોત

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના કેશોદના નુનારડા ગામે વાડીની ઓરડી પાસે રમતા રમતા પાણીના કુંડામા પડી જતા ડૂબી જવાથી માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કેશોદના નુનારડા ગામે વાડીની ઓરડીમાં રહેતી ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારનો પુત્ર જયવીર સુનીલ વેસ્તાભાઇ મેડા (ઉ.વ.૧ વર્ષ ૬ માસ ર) નામનો માસૂમ બાળક ગઈકાલે વાડીએ ઓરડી પાસે રમતા રમતા પાણીના કુંડામા પડી જતા ડુબી તેનું મોત નીપજ્યું હતું. માસૂમ પુત્રનું મોત થતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.