હાથ ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે પિતા-પુત્ર ઉપર હુમલો

જૂનાગઢની કસ્તુરબાઘ સોસાયટીના પુલ પાસેના બનાવમાં એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢની કસ્તુરબાઘ સોસાયટીના પુલ પાસે હાથ ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે પિતા-પુત્ર ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે એક શખ્સ સામે હુમલો અને ધમકીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અભિષેક કીરીટભાઈ જેઠવા (ઉ.વ.૨૧ રહે, કસ્તુરબાઘ કોલોની માર્કેટીંગ યાર્ડ, દોલતપરા જુનાગઢ) એ આરોપી જુસબ ઉર્ફે કારિયો (રહે. રામદેપરા, જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૮ના રોજ આરોપીએ ફરીયાદીના પિતાને રૂપિયા ઉછીના આપેલ જે બાબતે ફરીયાદી તથા તેના પિતાને જેમ ફાવે તેમ ગાળો બોલી થપ્પડો મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.