નાગાલેન્ડની મહીલાનું રોકડ રકમ સાથેનું પર્સ પરત અપાવતી પોલીસ

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ શાખાની મદદ લઇ ઓટો રીક્ષા ચાલક્ને શોધી કાઢી પોલીસની ત્વરીત પ્રજાલક્ષી કામગીરી

જૂનાગઢ : “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સુત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણના કાર્ય કરવામાં જૂનાગઢ પોલીસ સતત સક્રિય છે ત્યારે જૂનાગઢ ફરવા આવેલ નાગાલેન્ડની મહિલા ઓટો રીક્ષામાં પર્સ પડી જતા પોલીસે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ શાખાની મદદ લઇ ઓટો રીક્ષા ચાલક્ને શોધી કાઢી રોકડ સાથેનું પર્સ પરત અપાવ્યું હતું.

ગત તા.૧૨/૦૨/૨૦૨૨ ના રોજ નાગાલેન્ડના મહીલા ખેંજીલા ટુશીબા યીંગકુંગ કોઇ કામ સબબ જુનાગઢ આવેલ અને જુનાગઢમાં એક ઓટો રીક્ષામાં બેસીને એસ.ટી. બસ સ્ટેન્ડ તરફ જતા હતા ત્યારે પોતાનો રૂપિયા 15 હજાર રોકડા સાથેનો થેલો, પર્સ બહાઉદ્દીન કોલેજ નજીક રોડ ઉપર પડી જતા પાછળ બીજી એક CNG રીક્ષા વાળો લઇ જતો રહેલ જે અંગે પર્સ રૂપીયા અંગેની જાણ પોલીસ સ્ટેશન ખાતે કરતા પીએસઆઇ જે.જે.ગઢવી તથા સ્ટાફના માણસો બે ટીમો બનાવી ઓટો રીક્ષાની તપાસ કરતા મળી આવેલ ન હોય જેથી જુનાગઢના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાનો ઉપયોગ કરી નેત્રમ શાખા ની મદદ લઇ CNG રીક્ષાની તપાસ કરાવતા લીલા કલરની પીળા વુડ વાળી આગળ કાચ ઉપર નાઝ તથા પાછળના ભાગે આરતી લખેલ જેના રજી નંબર GJ1-AY-501 ની હોય જે રીક્ષાની તપાસ કરતા મેંદરડા તરફ જતી રહેલ અને તપાસ દરમ્યાન તા.૧૭/૦૨/૨૦૨૨ ના રોજ મળી આવી મજકુર ઓટો રીક્ષા ચાલક વિઠ્ઠલભાઇ રાજાભાઇ ચોરાળા રહે-મેંદરડા મણીનગર સોસાયટી, સાત વડલાવાળા પાસેથી રોકડા રૂપીયા ૧૫,૦૦૦/- પર્સ સહીત રિકવર કરી નાગાલેન્ડની મહીલા ખેંજીલા ટુશીબા યીંગફંગ રહે-નાગાલેન્ડ વાળાને પોલીસ સ્ટેશન બોલાવી ઉપરોક્ત ઓટો રીક્ષા ચાલ પાસે રોકડા રૂપીયા ૧૫,૦૦૦/- પર્સ સહીત પરત અપાવેલહતા.

આ કામગીરી જુનાગઢ “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે.ગઢવી તથા HC એન.આર.ભેટારીયા, કે.એન.જોગીયા, PC કરણસિંહ ઝણકાત, ભગવાનજી વાઢિયા. દીલીપભાઇ ડાંગર, આઝાદસિંહ સિસોદીયા,મહિલા એએસઆઇ કે.એન.ચુડાસમાં તેમજ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાનો ઉપયોગ કરી નેત્રમ શાખાના PSI પી.એચ.મશરૂ, PC હરસુખભાઇ સિસોદીયા, દેવેનભાઇ સિંધવ, એન્જીનીયર મસીદાલીખાન પઠાણ વગેરે પોલીસ સ્ટાફે કરી હતી.