જૂનાગઢમાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ એ ડીવીજન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે સુખનાથચોક જુનાગઢ પાસે જાહેરમાં વરલી મટકાના આંક ફરકનો જુગાર પૈસાની હારજીત કરીને રમતા આરોપી મોશીન સાદીકભાઇ પઠાન (ઉ.વ.૩૬ રહે. સુખનાથચોક નરસીંહ મહેતાના ચોરાની આગળ જુનાગઢ) ને વરલી મટકાના સાહીત્ય તથા રોકડા રૂ! ૬૨૫ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.