માંગરોળના બગસરા ઘેડમાં જુગારનો અડ્ડો ચલાવનાર શખ્સ પાસા હેઠળ જેલ ભેગો

ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાસા વોરંટ બજાવી આરોપીને અમદાવાદ જેલમાં ધકેલવા કાર્યવાહી કરાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા પોલીસ કડક હાથે અસરકારક કામગીરી કરી રહીછે ત્યારે માંગરોળ તાલુકાના બગસરા ઘેડમાં જુગારનો અડ્ડો ચલાવનાર જુગારી વિરુદ્ધ પાસા દરખાસ્ત મંજુર કરાતા ક્રાઇમબ્રાન્ચ દ્વારા જુગારી અડ્ડાના સંચાલકને પાસા તળે અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવતા જુગારી આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સુચના તથા માર્ગદર્શન હેઠળ બાંટવા પોલીસ સ્ટેશન તરફથી પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જિલ્લા મેજીસ્ટ્રેટ તથા કલેકટર રચિત રાજ દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત માંગરોળ તાલુકાના બગસરા ઘેડ, વિસ્તારના જુગારનો અડ્ડો ચલાવનાર પ્રતાપભાઇ ગીગાભાઇ ટીંબા, ઉ.વ.૩ર, રહે, બગસરા ઘેડ, મોચી શેરી તા.માંગરોળ જી.જૂનાગઢવાળા વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ હતું.

પાસા વોરન્ટ ઇસ્યુ થતા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એચ.આઇ.ભાટીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.જી.બડવા, એ.ડી.વાળા તથા પો.સ્ટાફે બાતમીને આધારે માંગરોળ તાલુકાના બગસરા ઘેડ ગામેથી આરોપી પ્રતાપભાઇ ગીગાભાઇ ટીંબાને અટક કરી સેન્ટ્રલ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ હતો.

આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એચ.આઇ.ભાટી, પો.સબ ઇન્સ. ડી.જી.બડવા, એ.ડી.વાળા, પો.હેડ.કોન્સ. નિકુલ એમ. પટેલ, જીતેષ એચ. મારૂ, પોલીસ કોન્સ. ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, ભરતભાઇ સોનારા તથા વુ.પો.કોન્સ. રાજેશ્રી દિવરાણીયા વગેરે પોલીસ સ્ટાફે કરી હતી.