દીકરાના લગ્ન કરાવવાના બહાને પિતા પાસેથી રૂ.૧,૧૯ લાખ પડાવી લીધા

કેશોદ સોંદરડા ગામેં એકાદ વર્ષ અગાઉ બનેલી ઘટનામાં યુપીના શખ્સ સામે હવે ફરિયાદ નોંધાતા આરોપી હાથવેંતમાં હોવાની શક્યતા

જૂનાગઢ : કેશોદ સોંદરડા ગામેં દીકરાના લગ્ન કરાવવાના બહાને યુપીના શખ્સે પિતા પાસેથી રૂ.૧,૧૯ લાખ પડાવી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે, એકાદ વર્ષ અગાઉ બનેલી આ છેતરપીંડીની ઘટનામાં યુપીના શખ્સ સામે હવે ફરિયાદ નોંધાતા આરોપી પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રવજીભાઇ ગોરધનભાઇ બામરોલીયા (ઉ.વ.૬૪ રહે.સોંદરડા તા.કેશોદ જી.જુનાગઢ) એ આરોપી ધીરેન્દ્રભાઇ વિશ્વકર્મા (રહે.બારાઇપુર જી.ગોરખપુર-યુ.પી.) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૫/૧૨/૨૦ થી તા.૨૭/૦૪/૨૧ સુધીના વચ્ચેના સમયગાળા દરમ્યાન સોંદરડા ગામેં આરોપીએ ફરીયાદીને તેમના દિકરા રોહિતના લગ્ન કરાવી આપવાની લાલચ આપી વિશ્વાસમા લઇ અલગ અલગ સમયે અલગ અલગ રીતે મળી કુલ રૂ.૧,૧૯,૫૨૫ પડાવી લઇ છેતરપીંડી તથા વિશ્વાસધાત કર્યો હતો. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.