છેલ્લા બે વર્ષથી જૂનાગઢ – પોરબંદર જિલ્લામાં દારૂના ગુન્હામાં ફરાર નબો ઝડપાયો

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ટીમે હાલ મધુરમ બાયપાસ યોગી પાર્ક સોસાયટીમાંથી આરોપીને ઝડપી લીધો

જૂનાગઢ : જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં દારૂના હોલસેલ ગુન્હા આચરી છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા નબો તરીકે ઓળખાતા આરોપીને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ટીમે હાલ મધુરમ બાયપાસ યોગી પાર્ક સોસાયટીમાંથી ઝડપી લેવામાં સફળતા મળી છે.

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીનાં સીધા માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ગુન્હાના નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ સતત પ્રયત્નશીલ હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચના પો.કોન્સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ ઓડેદરા, દિવ્યેશકુમાર ડાભીને સંયુકતમાં બાતમી હકિકત મળેલ કે, જૂનાગઢ તથા પોરબંદર જિલ્લાના કુલ-૮ ગુન્હાનો વોન્ટેડ આરોપી નરબત ઉર્ફે નબો નગાભાઇ ઓડેદરા રહે. ઝાંઝરડા રોડ, જૂનાગઢવાળાો હાલ મધુરમ બાયપાસ, પેટ્રોલ પંપ, યોગી પાર્ક સોસાયટીમાં મકાન ભાડે રાખી રહે છે અને હાલ મકાને હાજર હોવાની હકિકત આધારે તપાસ કરતા આરોપી હાજર મળી આવતા હસ્તગત કરી જૂનાગઢ તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦ ૨૫૨૦૦૦૧૫/૨૦૨૦ પ્રોહી ક.૬૫ઇ, ૮૧, ૯૮(૨) મુજબના કામેની આગળની કાર્યવાહી કરવા તેમજ પોરબંદર જિલ્લા ખાતે પણ આરોપીને અટક કરવા કાર્યવાહી અર્થે સોંપી આપવામાં આવેલ હતો.

આ કામગીરી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સપેકટર એચ.આઇ.ભાટી, પો.સબ.ઇન્સ. ડી.જી.બડવા, પો.સ.ઇ. એ.ડી.વાળા, એ.એસ.આઇ. વી.એન.બડવા, પો. હેડ કોન્સ. નિકુલ પટેલ, જીતેષ મારૂ, શબીરખાન બેલીમ, પો.કોન્સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ ઓડેદરા, દિવ્યેશકુમાર ડાભી, દેવશીભાઇ નંદાણીયા તથા ડ્રા.પો.કોન્સ. વરજાંગભાઇ બોરીચા વગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.