જૂનાગઢમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

કલેક્ટરે ગ્રામ્ય વિસ્તાર સહિતના પ્રશ્નોને તમામ કચેરીઓ વિભાગોએ સંકલન કરી સમયમર્યાદામાં ઉકેલવાની સૂચના આપી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેક્ટર રચિતરાજના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં કલેક્ટરે ગ્રામ્ય વિસ્તાર સહિતના પ્રશ્નોને તમામ કચેરીઓ વિભાગોએ સંકલન કરી સમયમર્યાદામાં ઉકેલવાની સૂચના આપી હતી.

ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા, બાબુભાઇ વાજા, ભીખાભાઈ જોશી, જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ તેમજ સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તા, વનવિભાગ ,વીજળી પુરવઠો સહિતના પ્રશ્નો રજૂ થયા હતા. જિલ્લા કલેક્ટરે ગ્રામ્ય વિસ્તાર સહિતના પ્રશ્નો તમામ કચેરીઓ વિભાગોએ સંકલન કરી સમયમર્યાદામાં ઉકેલવા સાથે હકારાત્મક અભિગમથી કાર્યરત રહેવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. ઉપરાંત સંકલન બેઠકમાં સરકારી બાકી લેણા, કર્મચારીઓના પેન્શન કેસો, સહિતની બાબતોની ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકની કાર્યવાહી સંચાલન અધિક કલેક્ટર એલ.બી.બાંભણિયાએ કર્યું હતું.