વાડીમાંથી કેબલ વાયર અને લોખંડના પાઇપ સહિત રૂ.૩૭,૨૦૦ની ચોરી

મેંદરડાના ઝીંઝુડા ગામેં એક શખ્સ સામે ચોરીની ફરિયાદ

જૂનાગઢ : મેંદરડાના ઝીંઝુડા ગામેં એક શખ્સ વાડીમાંથી કેબલ વાયર અને લોખંડના પાઇપ સહિત રૂ ૩૭,૨૦૦ની ચોરી કરી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ખેડૂતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મેંદરડા પોલીસ મથકે આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રમજાનભાઇ સાવદીનભાઇ કોટડીયા (ઉ.વ.૬૦ રહે. ઝીંઝુડા ગામ પાદર ચોક તા.મેંદરાડા) એ આરોપી અલનુરભાઇ મદદભાઇ કોટડીયા (ઉ.વ.૪૦, રહે.ઝીંઝુડા પ્લોટ વિસ્તાર તા.મેંદરડા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૪ના રોજ આરોપીએ ફરીયાદી તથા સાહેદોની વાડીએથી કેબલ સર્વિસો આશરે મીટર ૯૪૦ જેની કિ.રૂ. ૩૭,૦૦૦ તથા સાહેદ રમજાનભાઇની વાડીએથી ઉપનેરની ફુલ્લી કિ.રૂ. ૧૦૦ ની તથા એક લોખંડનો દસ ફુટનો પાઇપ કિ.રૂ. ૧૦૦ નો એમ કુલ મળી કિ.રૂ. ૩૭,૨૦૦ ની ચોરી કરી લઇ ગયો હતો. જો કે આ બનાવની મોડી ફરિયાદ થતા આરોપી હાથવેંતમાં હોવાની શક્યતા છે.