જૂનાગઢમાં વરલી મટકા અને તીનપત્તિ રમતા છ ઝડપાયા

જૂનાગઢ : જુનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના માખીયાળા ગામે મફતીયાપરામાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા આરોપીઓ પ્રવીણભાઇ બાબુભાઇ પાનસુરીયા, કલ્પેશભાઇ વાધજીભાઇ ગજેરા, વજુભાઇ નાગજીભાઇ બોરડ, દુર્ગેશભાઇ જેન્તીભાઇ અમરેલીયાને કુલ રોકડ રૂપિયા ૧૨,૧૩૦ તથા મોબાઇલ નંગ-૪ કી.રૂ.૧૧,૦૦૦ મળી કુલ કી.રૂ.૨૩,૧૩૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ વંથલી પોલીસે ધંધુસર ગામ ધુંધરીનાથ મંદીરની બાજુમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા આરોપીઓ ખીમાભાઇ જીવાભાઈ દિવરાણીયા, હિતેષભાઈ રામાભાઈ કટારીયાને રોકડા રૂ.૨૩૮૦ સાથે ઝડપી લીધા હતા.