જુનાગઢમાં કારે બાઇકને ઓવરટેક કરી ટક્કર મારતા યુવાન ઘાયલ

જૂનાગઢ : જુનાગઢમાં કારે બાઇકને ઓવરટેક કરી ટક્કર મારતા યુવાન ઘાયલ થયો હતો. આ બનાવ અંગે હિતેષભાઇ મનસુખભાઇ હરસોરા (ઉ.વ.૩૧ રહે.નવાગઢ જેતપુર તા.જેતપુર જી રાજકોટ) એ આરોપી એક સફેદ કલરની ફોરવ્હીલ જેના રજી નંબર જીજે ૧૪ એકે ૧૫૬૦ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે ફરિયાદી પોતાનું બાઈક લઇને જુનાગઢ ખલીલપુર રોડ પરથી જેતપુર જઇ રહયા હતા તે દરમ્યાન એક સફેદ કલરની ફોરવ્હીલના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે ચલાવી ફરિયાદીના બાઈકને ઓવરટેક કરી ટકકર મારી ફરિયાદીને રોડ ઉપર નીચે પછાડી દઇ જમણા પગમાં ગોઠણીથી નીચેના ભાગે ઇજા કરી નાશી છૂટ્યો હતો.