કોરોનાની મૃત્યુ સહાય ન ચુકાવતા સસ્તા અનાજના વેપારીઓ હડતાલના માર્ગે

જૂનાગઢમાં સસ્તા અનાજના વેપારીઓએ હળતાલ પાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું

જૂનાગઢ : જુનાગઢ જિલ્લામાં કોરોનાની મૃત્યુ સહાય ન ચુકાવતા સસ્તા અનાજના વેપારીઓએ હડતાલના માર્ગ અપનાવ્યો છે. જેમાં કોરોનામાં મૃત્યુ પામેલ વેપારીઓને સહાય ન ચૂકવાતા વંથલી એફ.પી.એસ.એ. ના વેપારીઓ એક દિવસ હડતાળ પર ઉતારી ગયા છે અને કોરોનાની મૃત્યુ સહાય ચૂકવવા મામલે મામલતદારને આવેદન આપ્યું છે.

વંથલી તાલુકા સસ્તા અનાજના પરવાનેદારોના સંગઠન દ્વારા મામલતદારને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે, કોરોનાના કપરા સમયમાં પોતાના જીવની પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવનાર સસ્તા અનાજના વેપારીઓ, તોલાટ, ઓપરેટરે સરકારના આદેશ મુજબ કામગીરી કરી હતી. આ સમયમાં અનેક વેપારીઓ કોરોના સંક્રમિત થઈને મૃત્યુ પામેલ હતા. તે સમયે ભોગ બનનારના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 25 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી પણ આજદિન સુધી સહાય ન મળતા તા.19 શનિવારના રોજ વંથલી તાલુકાના તમામ વેપારીઓ એક દિવસની પ્રતિક હડતાળ રાખી કામગીરીથી અલિપ્ત રહી પોતાનો વિરોધ વ્યક્ત કરી આગામી સમયમાં તાત્કાલિક આ સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી વંથલી તાલુકા એશોશીએશન દ્વારા કરવામાં આવી છે.