મેંદરડામાં ઝેરી દવા ગટગટાવી યુવાનનો આપઘાત

જૂનાગઢ : મેંદરડામાં ઝેરી દવા ગટગટાવી યુવાને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મયુર ભરતભાઈ જમોડ (ઉ.વ.૨૧ રહે.મેંદરડા સામાંકાંઠે જી.ઈ.બી.ઓફીસની પાછળ) નામના યુવાને ગઈકાલે પોતાના ઘરે પોતાની મેળે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.