જૂનાગઢ શહેરમાં પ્રગતિશીલ કામોનું નિરક્ષણ કરતા મેયર અને કમિશનર

મહાશિવરાત્રીનાં ટ્રાફિકને પહોચી વળવા ભારત મિલ પાસે ડાયવર્ઝન બનાવવાની સૂચના આપી

જૂનાગઢ : જુનાગઢ શહેરમાં હાલ વિવિધ વિકાસકાર્યો ચાલી રહ્યા છે. ત્યારે આ પ્રગતિશીલ વિકાસ કાર્યોનું મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર અને કમિશનર રાજેશ.એમ.તન્નાએ નિરિક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનાઓ આપી હતી.

જુનાગઢ શહેરમાં હાલ અનેક જગ્યાએ વિકાસ કાર્યો પ્રગતિ શીલ છે.આ વિકાસકાર્યોની ચકાસણી તેમજ નિરિક્ષણ માટે મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર, કમિશનર રાજેશ.એમ.તન્ના, સ્થાયી સમિતિ ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, કાર્યપાલક ઇજનેર દીપકભાઈ ગોસ્વામી (બાંધકામ શાખા), કાર્યપાલક ઇજનેર અલ્પેશભાઈ ચાવડા (વોટર વર્કસ શાખા), પાણી પુરવઠા બોર્ડના ઇજનેરો, સબંધિત વોર્ડ ઇજનેરો સાથે જે રસ્તા પર ભૂગર્ભ ગટરનાં લીધે રસ્તા ખોદાણનાં લીધે હાલ તકલીફ પડતી હોવાના કારણે બહાઉદ્દીન કોલેજ રોડ, સરદાર પટેલ પ્રતિમા રોડ, સક્કરબાગ પાસેનો શહેરનો પ્રવેશ માર્ગમાં પેચ વર્ક તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે અને મહાશિવરાત્રીનાં ટ્રાફિકને પહોચી વળવા ભારત મિલ પાસે ડાયવર્ઝન બનાવવા તથા ઝાંસીની રાનીની પ્રતિમા પાછળનો રોડ પહોળો કરવા માટેની સુચના આપવામાં આવી હતી. તેમજ ભવનાથ ખાતે આવેલ મહાનગર પાલિકા સંચાલિત ડોમ અને ભાવિકો માટે ઉતારાની જગ્યાઓ અને દામોદર કુંડનાં બ્રીજનાં કાર્ય નું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.