અમારો હે ભવનો ભવનાથ.. મેળો યોજાવાની ખુશીમાં ગઢવી વૃદ્ધે કલેક્ટર કચેરીએ દોહા લલકાર્યા

જૂનાગઢ : કોરોનાકાળમાં ગત બે વર્ષ ભવનાથનો મેળો રદ રહ્યા બાદ આ વર્ષે ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો યોજવાની જાહેરાત કરવામાં આવી છે. તેની ખુશીમાં ગઢવી સમાજના એક વડીલે કલેક્ટર કચેરીએ દોહા લલકાર્યા હતા.

જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા ભવનાથના મહાશિવરાત્રીના મેળાને મંજૂરી આપવામાં આવતા જૂનાગઢવાસીઓ સહીત ગુજરાતભરના શિવભક્તો ખુશ થઇ ગયા છે. ત્યારે માણાવદર તાલુકાના બોડકા ગામના વતની દેવાભાઇ પુંજાભાઈ ગઢવી શિવરાત્રી મેળો યોજાવાની જાહેરાત સાંભળી રાજીના રેડ થઇ ગયા હતા. અને તેઓએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ‘તને સ્વર્ગ ભુલાવુ શામળા’, ‘અમારો હે ભવનો ભવનાથ’ છંદ-દોહા લલકાર્યા હતા. આમ, તેમણે મહાશિવરાત્રીનો મેળો યોજવાની ખુશી વ્યક્ત કરી હતી.