જૂનાગઢમાં સ્કૂટરને બાઈકે ટક્કર મારતા વૃદ્ધા ઘાયલ

જૂનાગઢ : જૂનાગઢમાં સ્કૂટરને બાઈકે ટક્કર મારતા વૃદ્ધાને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે લલીતાબેન લાખાભાઈ ઘોડાદરા (ઉ.વ.૬૨ ધંધો- નિવૃત કોર્ટ સ્ટાફ રહે. ઝાંઝરડા રોડ ગંગોત્રી મકાન બ્લોક નં.-૨ સથવારા ભવનની પાસે જુનાગઢ) એ ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧૬ના રોજ તેઓ એક્ટીવા સ્કુટર નંબર GJ-11-BP-1526 વાળુ ચલાવી અને મધુરમ પોતાની દીકરીના ઘરેથી પોતાના ઘર તરફ ઝાંઝરડા રોડ તરફ જતા હતા ત્યારે મેસી ટેકટરના શો-રૂમ આગળ પહોંચતા આરોપીએ પોતાના હીરો સ્પ્લેન્ડર નં. GJ-૧૧-CE-૧૨૭૭ બાઇકને બેફીકરાઈથી ચલાવી ફરીયાદીના સ્કુટરને પાછળથી ઠોકર મારી પછાડી દઇ ફરીયાદીના જમણા હાથમાં ગંભીર ઈજા કરી નાસી છૂટ્યો હતો.