મેંદરડામાં બાઈક સ્લીપ થયા બાદ પેન્ટનાં નેફામાં છુપાવેલી બોટલ સાથે બે ઝડપાયા

પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ડબલસવાર બાઈકને અટકાવતા બાઈક સ્લીપ થવાથી બન્નેને ઇજા

જૂનાગઢ : મેંદરડામાં બાઈક સ્લીપ થયા બાદ પેન્ટનાં નેફામાં છુપાવેલી બોટલ સાથે બે ઝડપાયા હતા. જો કે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ડબલસવાર બાઈકને અટકાવતા બાઈક સ્લીપ થવાથી બન્નેને ઇજા થઈ હતી.

મેંદરડામાં બાઈક સ્લીપ થઈ જતા પાછળ બેઠેલો યુવાન ઘાયલ થયો હતો. જેમાં મેંદરડામાં ઇટાળી ચોકડીથી ઇટાળી ગામ તરફ જવાના રસ્તે ગઈકાલે આરોપી સાવનભાઇ બાબુભાઇ ભેડાએ પોતાના સ્પ્લેન્ડર બાઈક નંબર GJ-18-DE-8820 કિ.રૂ. ૨૦,૦૦૦ને પૂરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી સ્લીપ ખવડાવી પોતાની પાછળ બેસેલ વિકુશ ભનુભાઇ ભેડા રહે. ઇટાળી વાળાને તથા પોતાને શરીરે નાની મોટી ઇજાઓ કરી હતી. જો કે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કાર્યવાહી કરતા બાઈક સ્લીપ થયા બાદ બન્ને પાસેથી પેન્ટનાં નેફામાં છુપાવેલા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧ કિ.રૂ. ૪૦૦ રાખી તથા મો.ફોન નંગ-બે કિ.રૂ.૬૦૦૦ સાથે બન્નેને ઝડપી લીધા હતા.