જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે આખલા યુદ્ધથી લોકો ભયભીત

શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેતા લોકો ત્રાહિમામ

જુનાગઢ : જૂનાગઢ શહેરમાં લાંબા સમયથી રઝળતા ઢોરના ત્રાસનો સળગતો પ્રશ્ન છે. ત્યારે જૂનાગઢના ગિરનાર દરવાજા પાસે આખલા યુદ્ધથી લોકો ભયભીત બની ગયા હતા.શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

જૂનાગઢ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ લાંબા સમયથી યથાવત રહ્યો છે. ત્યારે રખડતા ઢોરનો ત્રાસ હવે બેકાબુ બની ગયો છે. જેમાં જૂનાગઢ શહેરના ગિરનાર દરવાજા પાસે આખલા યુદ્ધ થયું હતું. આથી થોડીવાર માટે લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે, મનપા દ્વારા હજુ સુધી લોકોને ઢોરના ત્રાસમાંથી મુક્તિ ન આપતા રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને ફરી ગિરનાર દરવાજા પાસે ત્રણ આખલાઓ વચ્ચે યુદ્ધ થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.