જૂનાગઢમાં ભાજપના માઈક્રો ડોનેશન કેમ્પોમાં મુસ્લિમ ભાઈઓ – બહેનો દ્વારા મોટા પ્રમાણમાં આર્થિક દાન

ખેતી બેંક, ગુજરાતના ચેરમેન અને ધી જુનાગઢ કોમર્શીયલ કો ઓપરેટીવ બેંકના પૂર્વ ચેરમેન ડોલરભાઈ કોટેચા દ્વારા યોજાયેલ શૃંખલામાં મુસ્લિમ બિરાદરોનો સહયોગ

જૂનાગઢ :સામાન્યમાં સામાન્ય માણસ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય તે માટે માઈક્રો ડોનેશન આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે ત્યારે જૂનાગઢ ખાતે માઈક્રો ડોનેશન આપવાના કાર્યક્રમોની શૃંખલામાં ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાત રાજ્યની ખેતી બેન્કના ચેરમેન ડોલરભાઈ કોટેચા દ્વારા શહેરના પછાત અને સ્લમ વિસ્તારોમાં યોજવામાં આવેલ કાર્યક્રમ મુસ્લિમ ભાઈઓ-બહેનોએ મોટા પ્રમાણમાં આર્થિક યોગદાન આપ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતીય જનતા પાર્ટીને આર્થિક રીતે દાન આપી નાનામાં નાનો માણસ પણ ભાજપાને પોતાની પાર્ટી ગણે તે માટે દેશવાસીઓને માઈક્રો ડોનેશન આપવાનું આહવાન કર્યા પછી ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલના માર્ગદર્શનમાં રાજ્યભરમાં માઈક્રો ડોનેશન માટે કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. જે અન્વયે જૂનાગઢમાં સૌથી અનોખું કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે, ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યની ખેતી બેન્કના ચેરમેન ડોલરભાઈ કોટેચા દ્વારા પછાત અને સ્લમ વિસ્તારોમાં માઈક્રો ડૉનેશનના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે, જે અંતર્ગત વોર્ડ નંબર 2 ના જમાલવાડી અને કરીમાબાદ એરિયાના લઘુમતી વિસ્તારમાં સામુહિક માઈક્રો ડોનેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ, મહિલાઓ અને યુવાનોએ સ્થળ ઉપર જ બહોળી સંખ્યામાં માઈક્રો ડોનેશન આપ્યું હતું.

આ સામુહિક માઈક્રો ડોનેશન ના અનોખા કાર્યક્રમમાં માં જૂનાગઢ મહાનગર પાલિકાના નવનિયુક્ત મેયર ગીતાબેન મોહનભાઇ પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઇ પરસાણા, શાશક પક્ષના નેતા કિરીટભાઈ ભીંભા, કોર્પોરેટર અબ્બાસભાઈ કુરેશી, અસલમભાઇ કુરેશી, શરીફાબેન કુરેશી, વહાબભાઇ કુરેશી, સફીભાઈ સોરઠીયા વગેરે નું સન્માન કરવામાં આવ્યું હતું.

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યની ખેતી બેન્કના ચેરમેન ડોલરભાઈ કોટેચા દ્વારા આયોજિત આ અનોખા કાર્યક્રમ માં પછાત વિસ્તારના લોકોએ પચાસ રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધીનું ડોનેશન આપ્યું હતું, અને ડોનેશન આપવા માટે લોકોએ લાઈનો લગાવી હતી, હાજર ભાજપ આઈ. ટી સેલની ટીમ દ્વારા સ્થળ ઉપર જ ઓનલાઇન ડોનેશન સ્વીકારીને આભાર માન્યો હતો, આ પ્રસંગે ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે નમો એપ દ્વારા ઓનલાઈન ડોનેશન આપવાનું હોવાથી ગરીબ અને સ્લમ વિસ્તારના લોકો ડોનેશન આપવાની ઈચ્છા હોવા છતાં આપી શકતા નથી એટલે તેમના માટે એક જ સ્થળે સામુહિક રીતે ડોનેશન આપી શકે તે હેતુથી આવા પ્રકારના કેમ્પના આયોજન અમે કરી રહ્યાં છીએ અને તેમાં ગરીબથી લઈને શાહુકાર લોકો પણ ઉત્સાહભેર ડોનેશન આપી રહ્યાં છે.