ફાયર એનઓસી વગરની જૂનાગઢની બે હોસ્પિટલ અને સાત દુકાનો સીલ

ઝાંઝરડા ચોકડીએ આવેલ યુનીક હોસ્પિટલ અનેજોષીપરાની ગાયત્રી હોસ્પિટલનો અમુક ભાગ પણ કરાયો સીલ

જૂનાગઢ : જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ફાયર એનઓસી મામલે આજથી કડક પગલા ભરવાની શરૂઆત કરી ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટીફીકેટ ન ધરાવતી બે હોસ્પિટલ અને સાત દુકાનો સીલ કરી નાખવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ફાયર એનઓસી મામલે હાઈર્કોટના આદેશને પગલે આજથી જૂનાગઢ મનપા તંત્ર હરકતમા આવ્યું છે આજથી મહાનગર પાલિકા દ્વારા ફાયર એન.ઓ.સી. અંગે શરું કરવાનું આવ્યું છે અને આજે એક જ દિવસમાં બે હોસ્પીટલ સહિત કુલ નવ સંકુલ સામે સિલિંગની કાર્યવાહી કરવામાં આવી છે.

વધુમાં જૂનાગઢ મહાનગર પાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર ભરત ડોડીયાએ જનાવ્યુ હતું કે આજે અલગ અલગ વિસ્તારમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં ઝાંઝરડા ચોકડીએ આવેલ યુનીક હોસ્પિટલ અને જોષીપરાની ગાયત્રી હોસ્પિટલનો અમુક ભાગ સીલ કરવાની સાથે સાત દુકાનો પણ સિલ કરવામાં આવી હતી.