મહાશિવરાત્રીના મેળા યોજવાના સંકેત : કાલે જિલ્લા મેજિસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને બેઠક યોજાશે

ભવનાથ તળેટી ખાતે મહાવદ નોમથી યોજાતા મહાશિવરાત્રી મેળા અંગે તૈયારી શરૂ : સરકારની મંજૂરીની જોવાતી રાહ

જૂનાગઢ : જૂનાગઢના સંત,મહાત્મા,અગ્રણીઓ અને શહેરમાં તમામ રાજકીય પક્ષ દ્વારા કોવીડ સ્થિતિ નિયંત્રણમાં હોય પરંપરાગત મહાશિવરાત્રીના મેળા યોજવા રાજ્ય સરકાર સમક્ષ રજુઆત કરી ચુક્યા છે અને સરકાર પણ હકારાત્મક છે ત્યારે મેળો યોજવાના સંકેતો રૂપે આવતીકાલે જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષસ્થાને બપોરના ૧૨ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજવામાં આવી છે.
.
ભવનાથ તળેટી ખાતે મહાવદ નોમથી મહાશિવરાત્રીનો મેળો યોજાઇ છે. આ મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. પરંતુ કોરોનાને કારણે મહાશિવરાત્રીના મેળાનું આયોજન થતું ન હતું. પરંતુ ચાલુ વર્ષે સરકારશ્રીની વખતો વખતની કોવિડ-૧૯ની ગાઇડલાઇન મુજબ મેળો યોજવા અંગે તથા આયોજન માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાશે.