જૂનાગઢના શહિદપાર્ક બગીચામાં હિંચકા લપસણીયા તૂટી જવાથી જોખમી બન્યા

શહિદપાર્ક બગીચામાં નાના બાળકો માટે હિંચકા લપસણીયા મુકવા માટે મ્યુનિ.કમિશ્નરને રજુઆત

જૂનાગઢ : જૂનાગઢના શહિદપાર્ક બગીચામાં હિંચકા લપસણીયા તૂટી જવાથી જોખમી બન્યા છે. આથી બાળકોને આનંદને બદલે હાથ-પગ ભાંગવાની સજા મળે છે. તેથી એક જાગૃત નાગરિકે શહિદપાર્ક બગીચામાં નાના બાળકો માટે હિંચકા લપસણીયા મુકવા માટે મ્યુનિ.કમિશ્નરને રજુઆત કરી છે.

જૂનાગઢના જાગૃત નાગરિક રાધેભાઈ સોલંકીએ મહાનગરપાલિકાના કમિશ્નરને રજુઆત કરી હતી કે, જૂનાગઢ શહેરની વચ્ચે તળાવ પાસે શહિદપાર્ક કે બગીચો જેમાં પાઠક સાહેબનાં સમયમાં બનાવવામાં આવેલ હતો. આ બગીચામાં અનેક પ્રકારનાં રમત-ગમતનાં સાધનો હિચકા-લપસણીયા હતાં. તે થોડાક વર્ષમાં જ તુટી ગયેલ છે. જે યોગ્ય દેખભાળ રાખેલ ન હોવાને કારણે તુટી ગયા છે. આમ છેલ્લા ૧૨ વર્ષથી નાના-બાળકો રમી શકે તેવા હિંચકા કે લપસણીયા એક પણ નથી. મોટા રહેણાંક વિસ્તાર શહેરની વચ્ચે હોય તળાવ કાઠે હોય લોકો રવિવાર રજાનાં દિવસોમાં ખૂબ બાળકોને લઈને આવે છે. પરંતુ નાના-બાળકોને નિરાશ થવુ પડે છે. આથી અમારી શહેરીજનોની વ્હેલાસર નાના-બાળકો માટે હિંચકા લપસણીયા મુકવામાં આવે તેવી માંગ છે.