પ્રેમી યુગલ ભાગી જવા મામલે બન્નેના ભાઈ વચ્ચે ડખ્ખો

માંગરોળના મચ્છી માર્કેટ પાસે યુવકને ભાઈએ યુવતીના ભાઈને ધમકી આપી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં પ્રેમી યુગલ ભાગી જવા મામલે બન્નેના ભાઈ વચ્ચે ડખ્ખો થયો હતો.જેમાં માંગરોળના મચ્છી માર્કેટ પાસે યુવકને ભાઈએ યુવતીના ભાઈને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અલ્તાફસા હુસેનસા જલાલી (ઉ.વ.૩૨ રહે. માંગરોળ કામનાથ રોડ કામનાથ સોસાયટી તા.માંગરોળ) એ આરોપી આશીફસા તાહિરસા (રહે.માંગરોળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીની બહેન બે દિવસ પહેલા આરોપીના ભાઇ સાથે ભાગી ગયેલ હોય જે બાબતે ફરિયાદીના ભાઇ આરોપીને પોતાની બેન બાબતે પુછવા ગયેલ હોય જે બાબતે મન દુ:ખ રાખી ફરિયાદીને ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.