જૂનાગઢ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં બહાઉદ્દીન સાયન્સ કોલેજના ૯ વિદ્યાર્થી વિજેતા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા કક્ષાનો ખેલ મહાકુંભનું આયોજન શહેરની કોન્વેન્ટ સ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધામાં જૂનાગઢની બહાઉદ્દીન સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં કોલેજના ૯ વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા.

ખેલ મહાકુંભમાં વિવિધ સ્પર્ધામાં ઠાકર દેવાંશી, દેવેન્દ્ર દાફડા, ઠેસિયા વિરલ એ પ્રથમ નંબર મેળવ્યો છે. જ્યારે ટીલાવત ઝલક, વણઝારી વિધિએ દ્વિતિય અને કોલજ રવિ એન્ડ ગૃપ અને ત્રિવેદી અભિષેક તૃતિય નંબર મેળવી વિજેતા થયા છે. આ તમામ વિજેતા વિદ્યાર્થીને સંસ્થા પ્રિન્સીપાલ ડો.આર.પી.ભટ્ટ તથા સાંસ્કૃતિક પ્રવૃતિના ઝોન-૭ના કન્વીનર ભાવેશભાઇ દેવધરિયાએ સહિતના કોલેજના પરિવારે અભનંદન પાઠવ્યા છે.